ના, કિડનીના બધા રોગો ગંભીર હોતા નથી. વહેલા નિદાન અને યોગ્ય સારવાર બાદ કિડનીના ઘણા રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે. ઘણા દર્દીમાં યોગ્ય સારવારથી કિડની વધુ બગડતી અટકે છે અથવા કિડની બગડવાની ઝડપ ઘટી જાય છે.

બન્ને સામાન્ય રીતે કોઈ દર્દીની એક કિડની સંપૂર્ણ બગડી જાય તોપણ દર્દીને કોઈ તકલીફ હોતી નથી. અને લોહીમાં ક્રિએટીનીન અને યુરિયાની માત્રમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે બન્ને કિડની બગડે ત્યારે જ લોહિમાંનો કચરો શરીર માંથી નીકળી શકતો નથી. જેથી લોહીની તપાસમાં ક્રિએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધે છે અને કિડની ફેલયોરનું નિદાન થાય છે.

ના, કિડનીના કેટલાક રોગમાં કિડનીની કાર્યક્ષમતા સંપૂર્ણ રીતે સામાન્ય હોવા છતાં દર્દીઓમાં સોજા જોવા મળે છે. જેમ કે નેફ્રોટિક સિન્ડ્રોમ.

ના, પેશાબનું પ્રમાણ ઘટવાથી સોજા ચડવા તે કિડનીના ઘણા રોગનું મુખ્ય ચિહ્ન છે. આવા દર્દીઓને એકંદરે ઓછું પાણી લેવાની સલાહ આપવામાં આચે છે. પેશાબમાં રસી અથવા પથરીની તકલીફવાળા દર્દીઓમાં કિડની સામાન્ય કાર્ય કરતી હોય ત્યારે વધુ પાણી લેવાની સલાહ આપવામાં આવે છે.

ક્રોનીક કિડની ફેલિયોર રોગમાં શરૂઆતના તબક્કે સામાન્ય રીતે મોટા ભાગના દર્દીઓમાં કોઈ ફરિયાદ હોતી નથી. આ તબક્કે લોહીની તપાસમાં ક્રિએટીનીનની માત્રમાં વધારો હોવો તે આ રોગનું એકમાત્ર ચિહ્ન હોય શકે છે.

લોહીમાં ક્રિએટિનિનનું પ્રમાણ થોડું પણ વધવું તે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે તે સૂચવે છે. અને તે માટે ખાસ કાળજી જરૂરી છે. વિવિધ રોગના કારણે કિડની પર અસર થાય ત્યારે વહેલાસર કિડની રોગના નિષ્ણાંત (નેફ્રોલોજીસ્ટ)ને બતાવવું હિતાવહ છે. ક્રોનીક કિડની ફેલિયોરના દર્દીઓમાં ક્રિએટીનીનના પ્રમાણમાં થોડો વધારો ત્યારે જ જોવા મળે છે કે જ્યારે બંને કિડનીની કાર્યક્ષમતા ૫૦% (ટકા) કરતાં વધારે ઘટાડો થાય. જ્યારે લોહીમાં કાર્યક્ષમતામાં ક્રિએટીનીનનું પ્રમાણ ૧.૬મી.ગ્રા. ટકા કરતાં વધારે હોય ત્યારે બંને કિડની ૫૦% કરતાં વધારે બગડી છે તેમ કહી શકાય. આ તબક્કો યોગ્ય કાળજી, દવા અને પરેજી દ્વારા આપવામાં આવતી સારવારથી મળતા ફાયદા માટે ઉત્તમ ગણાય. આ તબક્કે નેફ્રોલોજીસ્ટ દ્વારા આપવામાં આવતી સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવી રાખવા ખૂબ જ મદદરૂપ બને છે. જ્યારે લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ ૮ થી ૧૦ મી.ગ્રા. ટકા કરતાં વધે ત્યારે બંને કિડનીને ઘણું જ નુકશાન થઈ ગયું હોય છે. આ તબક્કે દવા અને પરેજી દ્વારા સરવારથી ફાયદો મેળવવાની યોગ્ય તક લગભગ ગુમાવી દીધી છે તેમ કહી શકાય. મોટા ભાગના દર્દીઓને આ તબક્કે ડાયાલીસીસની જરૂર પડે છે.

કિડની ફેલિયોરના કેટલાક દર્દીઓમાં દવાથી તબિયતમાં સુધારો થવાને કારણે દર્દીઓ પોતાની મેળે જ દવા બંધ કરી દે છે, જે અત્યંત જોખમી બની શકે છે. દવા અને પરેજીના અભાવે કિડની ઝડપથી બગડે અને ટૂંકા ગાળામાં જ ડાયાલીસીસની જરૂર પડે તે તબક્કો આવી જાય તેવો ભય રહે છે.

ના, એકયુટ કિડની ફેલિયોરના દર્દીઓમાં થોડા ડાયાલીસીસ બાદ કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઈ જાય છે અને ફરી ડાયાલીસીસ કરવવાની જરૂર હોતી નથી, આવા દર્દીઓ ખોટી માન્યતાને કારણે ડાયાલીસીસ કરવવામાં વિલંબ કરે તો દર્દી મૃત્યુ પામે તેવી પરિસ્થિતી પણ ઊભી થઈ શકે છે. હા ક્રોનીક કિડની ફેલિયોર અંતિમ તબક્કામાં નિયમિત ડાયાલીસીસ તબિયત સારી જાળવવા માટે અનિવાર્ય છે. ક્રોનીક કિડની ફેલિયોર રોગમાં કિડનીની કાર્યક્ષમતા ક્રમશ બગાડ થતો રહે છે અને તે ન સુધરી શકે તે પ્રકારનો રોગ છે. ટૂંકમાં, કેટલી વખત ડાયાલીસીસ કરાવવાની જરૂર છે તે કિડની ફેલિયોરના પ્રકાર પર આધારિત છે.

ના, ડાયાલીસીસ કિડની ફેલિયોર મટતું નથી. લોહીમાંના બિંજરૂરી ઉત્સર્ગ પદાર્થો દૂર કરવા, વધારનું પાણી કાઢવું, પ્રવાહીનું યોગ્ય જાળવવું, વધઘટ થયેલા ક્ષારો નું પ્રમાણ યોગ્ય પ્રમાણ જાળવવું અને એકઠા થયેલા એસિડના વધારે પ્રમાણ ને ઘટાડી યોગ્ય પ્રમાણ કરવું એ ડાયાલીસીસના મુખ્ય કર્યો છે. નિયમિત ડાયાલીસીસ બંને કિડની સંપૂર્ણ બગડી ગઈ હોય તેવા દર્દીઓને સ્વસ્થ તબિયત રાખવા માટે આવશ્યક છે.

ના, માનવ શરીરની સરખી રચનાને કારણે સ્ત્રી અને પુરુષ એક બીજાને કિડની આપી શકે છે.

ના, કિડની સાથે પણ સંપૂર્ણ જીવન, કર્યો જાતીય સંબંધ શક્ય છે.

ના, કીડની ખરીદવી કે વેચવી બન્ને કાનૂની ગુનો છે.

ના, પુરુષ અને સ્ત્રી બંનેમાં એક સમાન રચના અને કદ ધરાવતી કિડની પેટના પાછળના અને ઉપરના ભાગમાં કરોડરજુની બંને બાજુ આવેલ હોય છે. પુરુષમાં પગની વચ્ચે કોથળીમાં આવેલ ગોળી આકારનું અંગ તે પ્રજનન માટે અગત્યનું ટેસ્ટીઝ (વૃષણ) છે.

લોહીનું ઊંચું દબાણ ધરાવતા દર્દીઓમાં લોહીનું દબાણ કાબુમાં આવ્યા બાદ, તેનાથી સંતોષ પામી કેટલાક દર્દીઓ બ્લડ પ્રેશરની દવા બંધ કરી દે છે. ઘણા દર્દીઓને લોહીનું ઊંચું દબાણ હોવા છતાં કોઈપણ દેખીતી તકલીફ જણાતી નથી. તેથી તેઓ દવા લેવા તૈયાર હોતા નથી. પરંતુ લોહીના ઊંચા દબાણ ને કારણે લાંબા ગાળે કિડની, હ્રદય, મગજ વગેરે અંગો ઉપર ગંભીર અસર થઈ શકે છે. આથી કોઈપણ તકલીફ ના હોય તેમ છતાં આવી આડઅસરોને અટકાવવા કાયમી દવા લેવી અત્યંત જરૂરી છે.

નિયમિત કસરત, યોગ અને ધ્યાનથી શરીર સ્વસ્થ રહે. શરીરમાં સુગર અને બ્લડપ્રેશર નિયમિત રહે અને વીજેએન પીએન નિયંત્રણ માં રહે એટલે કે કિડનીના દિવસે લોકોને નિયમિત કસરત, ચલાવવાનું, સાયકલીંગ અને દોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કિડનીને બચાવવા માટે બ્લડ સુગર નિયંત્રિત રાખવું જરૂરી છે. ડાયાબીટીસના દર્દીઓએ કિડનીની તપાસ નિયમિત કરાવતા રહેવું જોઈએ.

સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિનું બ્લડપ્રેશર ૧૨૦/૮૦ મી.મી. મરકયુરી હોય છે. બ્લડપ્રેશર નિયંત્રિત રાખવાથી કિડનીને બગડતી અટકાવી શકાય છે.

દરેક વ્યક્તિએ જંક ફુડથી દુર રહેવું જોઈએ. હેલ્ધી ફૂડ નો આગ્રહ રાખવો જોઈએ. ખોરાકમાં નમકનું પ્રમાણ ઓછુ કરવું જોઈએ.

દિવસમાં 3 થી ૪ લીટર પાણી-પ્રવાહી પીવું જોઈએ. અમ કરવાથી કિડનીને શરીરમાંનો કચરો બહાર કાઢવામાં સરળતા રહે છે અને કિડનીમાં પાથરી થવાના જોખમમાં પણ ઘટાડો થાય છે.

ધૂમ્રપાનથી કિડનીમાં લોહી પરિભ્રમણમાં મુશ્કેલી થાય છે, અને કિડની બગડે છે. કિડનીમાં કેન્સર નું પ્રમાણ પણ વધે છે.

ડોકટરની સલાહ વગર દવાઓ ન લેવી, બિનજરૂરી અને બિન સલાહ દુઃખાવાની દવાઓ લાંબા સમય માટે લેવાથી કિડની ખરાબ થાય છે.

કિડનીની બીમારી અંગેનું નિદાન લોહી-પેશાબની સામાન્ય તપાસ દ્વારા થઇ શકે છે. ડાયાબીટીસ, બ્લડપ્રેશરની બીમારી, ધુમ્રપાન કરવી વ્યક્તિ, સ્થૂળ વ્યક્તિઓ અથવા તો જેમના કુટુંબમાં કિડની ફેલીયોરના દર્દી હોય તેમણે નિયમિત કિડનીની તપાસ કરાવ્વની જોઈએ અને સલાહ સુચન લેવા જોઈએ.

BT Savani

FAQ's